જૈન દર્શન ની દ્રષ્ટિએ પર્યુષણનું એક વિશેષ મહત્વ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બંને પ્રકારે પરયુષણના આઠ દિવસનું વિશેષ મહત્વ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શ્રાવણ વદ તેરસ થી પર્યુષણ ચાલુ થાય ખાસ કરીને શ્રાવણ મહિનામાં વરસાદ સૌથી વધારે વરસતો હોય છે અને વરસાદની મોસમમાં મનુષ્યની પાચનશક્તિ ખૂબ જ મંદ હોય આ દ્રષ્ટિએ પર્યુષણમાં તપસ્યા ઉપવાસ એકાસણા આદિ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.
પર્યુષણને જૈનદર્શનમાં એક મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વિષય કશાયોના કનુષિત કાદવને ઉલેચી જીવનના ક્ષેત્રમાં તપ ત્યાગ અને સંયમના બીજનું વાવેતર કરવાની ઉત્તમ ઋતુ માંનવામાં આવે છે. જીવનને મંગલમય અને ઉન્નત બનાવવા માટે પર્યુષણ આપણને નવચેતનાના નુતન માર્ગે નવજાગૃતિ સમર્પે છે, જ્યારે મેઘરાજા આ ધરતી પર મહેર કરીને પૃથ્વીને હરિયાળી બનાવી દે છે ત્યારે ચાતકો જેમ આનંદના રણકારોથી મસ્ત બની જાય છે મયુર જેમ મેઘ ગર્જના સાંભળતા થનગની ઊઠે છે તેમજ પર્યુષણ મહાપર્વ આવતા ભવ્ય જીવો હળુકર્મી જીવો ના હૈયા આનંદના હિલોળે ચડે છે
પશચાતાપ અને મિચ્છામી દુક્કડમના નિર્મળ જળ વડે સ્વ આત્માને ઉજ્જવળ બનાવવા અનેક અનેક ભવ્ય આત્માઓ આ પર્વ આરાધનામાં જોડાય છે કષાયોની કલુષિતતાથી કર્મની કઠિનાઈઓથી અને વિષય વાસનાઓથી સતત પીડાતો આત્મા આ દિવસોમાં કંઈક અંશે શાંતિનો એક શ્વાસ લે છે.
પ્રતિપલ ક્રોધ કસાય રાગ દ્વેષ વિગેરે શત્રુઓ આત્માનું દમન કરી પોતાનું સામ્રાજ્ય જમાવતા હોય છે તેમને પરાજય આપીને લૂંટાઈ ગયેલા આત્મિક ધનને પાછું મેળવવા માટેનું આ મહાન ઔષધ છે – આ પર્વ જીવનમાં ઊંડા ઊતરી ગયેલા વેરના મૂળિયાઓને બાળીને મૈત્રી ના બીજ નું વાવેતર કરીને જીવનરૂપી ઉદ્યાનને સૌરભથી મહેતાવી દે છે, અને આ માનવ જીવનની ધરતીને દયા દાન મૈત્રી અને કરુણાના કોમળ છોડવાઓથી લીલી છમ બનાવી દે છે.
આ પવિત્ર દિવસોમાં રોજ આરાધના નહીં કરનારા આત્માઓ ધંધા રોજગાર વિગેરેને ગૌણ બનાવીને આરાધના ના માર્ગમાં સક્રિય ભાગ લે છે શ્રેષ્ઠ આચારો તથા વિચારો માટેનું સંગમ સ્થાન માનવ દેહ છે. એટલા માટે માનવદેહ પામીને માનવીએ ધર્મની આરાધના કરવા માટે ઉજમાળ બનવું જોઈએ ધર્મનો સંબંધ અખંડ આનંદમય ચૈતન્ય સ્વરૂપ આત્માની સાથે છે – બાર મહિનામાં જે કોઈની સાથે મમતા સ્વાર્થ રાગ દ્વેષ મોહ આદિના કારણે બોલવા ચાલવામાં સંસાર વ્યવહારમાં કોઈની સાથે અપ્રિતી દ્વેષ વેર આદિ થયા હોય તે બધાને સચ્ચાઈ તથા શુદ્ધિપૂર્વક ક્ષમા માંગીને આત્માને હળવો બનાવવો જોઈએ અંતરમાંથી રાગ દ્વેષના કાંટા કાઢીને શુદ્ધ દિલથી ક્ષમા માંગનાર જેમ મહાન છે તેમ અંતઃકરણપૂર્વક ક્ષમા આપનાર પણ મહાન છે આ રીતે પરસ્પર ક્ષમા કરવાથી ક્ષમાશીલ આત્મા સંસાર સાગરને તરવા માટે સમર્થ બને છે.
આપણો આત્મા અનંતકાળથી સફર કરતો આવ્યો છે પરંતુ હજી સુધી તેની સફર સફળ થઈ નથી 84 લાખ જીવાયોની માં ભટકતો જીવ મહાન પુણ્યના ઉદય થી માનવ જીવન પામ્યો છે માનવ જીવનને યોગ્ય પુણ્ય ઉપાર્જન કરવા માટે જીવને સતત યાતનાઓ માંથી પસાર થવું પડે છે અને માનવ ભવ મેળવ્યા પછી આત્માને તેની દુર્લભતા નું ભાન થાય છે.
મહાન પુરુષોએ પણ પુરુષાર્થ કર્યો તો પોતાના જીવનની સફરને સફળ બનાવી શક્યા પુરુષાર્થ વિનાનું જીવન જીવન નથી પણ પુરુષાર્થ સહિત જાગૃતિમય જીવન તેજ સાચું જીવન છે ટૂંકમાં કહીએ તો પર્યુષણ પર્વની આરાધના આપણા જીવનની સફરને સફળ બનાવવા માટેની આરાધના છે માટે જૈન દર્શનમાં પર્યુષણ પર્વ નું ખૂબ જ મહત્વ છે.
STORY BY: Niraj Desai
Harbhajan Singh On Mohammed Shami: भारत के पूर्व स्पिनर गेंदबाज हरभजन सिंह ने मोहम्मद शमी…
ओडिशा के बालासोर ज़िले (Balasore District) से बेहद ही शर्मनाक और चौंकाने (Strange Case) वाले…
Paush Amavasya 2025 Date: 5 दिसंबर से पौष महीने की शुरूवात हो गयी है, पौष…
Virat Kohli New Record: विराट कोहली के पास तीसरे वनडे में शतक लगाकर 7 साल…
भारतीय रेलवे (Indian Railways) ने एक पिता की अपील पर "मानसिक विकलांगता" (Mental Disability) की…
Dhurandhar Movie Review: अदित्य धर की फिल्म 'धुरंधर' आज 5 दिसंबर को बड़े पर्दे पर…