સુરત (ગુજરાત) [ભારત], 24 નવેમ્બર: ગાંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ અને જિતેન્દ્ર જાની ફિલ્મ્સ પ્રેઝેન્ટેડ મ્યુઝિકલ યુથ લવ સ્ટોરી ‘આવવા દે’ હાલમાં ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાનું કેન્દ્ર बनी ગઈ છે. રાઈટર–ડિરેક્ટર નિહાર ઠક્કર દ્વારા બનેલી આ અર્બન રોમેન્ટિક ફિલ્મમાં પરિક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય કલાકારો તરીકે વિશેષ વખાણ મેળવી રહ્યા છે. સુરતમાં ટ્રેલર લોન્ચ થતાની સાથે જ તેના ગીતોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેની પહેલી ઝલક જ દર્શકોના દિલ જીતી લેતા હૃદયસ્પર્શી દૃશ્યો સાથે મંત્રમુગ્ધ કરે છે.
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યા છે:
· જૈમિન પંચમતિયા (પરિક્ષિત) — રંગીન મિજાજનો, સ્વતંત્ર વિચારોવાળો, મ્યુઝિક સાથે જીવે તેવો યુવાન સિંગર.
· જાનવી દેસાઈ (કુંપલ પટેલ) — સાદગી અને આત્મવિશ્વાસથી ભરેલી, ગાંધીનગરથી એમબીએ કરેલી યુવતી.
બંને વચ્ચે બનેલો લાગણીઓનો સૂર અને પ્રેમનો ધીમો સફર ટ્રેલરને વિશેષ બનાવે છે.
“When love finds you, you don’t stop it – you say Aavaa De!”
આ ડાયલોગ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ છે.
નિર્માતાઓએ જણાવ્યું છે કે ફિલ્મ દર્શકોને હસાવશે પણ, રડાવશે પણ અને પ્રેમને એક નવી રીતે ઉજવવા પ્રેરિત કરશે.
· મ્યુઝિક: દર્શન ઝવેરી
· અવાજ: કિર્તીદાન ગઢવી અને જીગરદન ગઢવી
· ગીતો યુટ્યુબ અને રીલ્સ પર સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે.
· આમિર મીરનું ફોર્થ સોંગ પણ રિલીઝ થયું છે, જે યુથ સેન્સેશન બનવાની પૂરી સંભાવના છે.
પરિક્ષિત–કુંપલ સિવાય ફિલ્મમાં:
· હેમંત ખેર
· સોનાલી દેસાઈ
· કમલ જોશી
· અર્ચન ત્રિવેદી
· લિનેશ ફણસે
અને અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
ફિલ્મનું સહ–નિર્માણ જિતેન્દ્ર જાની અને રમા જાની દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતીની સૌથી મોટી મ્યુઝિકલ લવ સ્ટોરી તરીકે રજૂ થતી
‘આવવા દે’ – 28 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
પ્રેમ, સંગીત અને ઈમોશન્સની આ સફરે દર્શકોને કેટલું જીતી શકશે તેની આતુરતા સતત વધી રહી છે.
Delhi Traffic Restrictions: रुस के राष्ट्रपति व्लादिमीर पुतिन की भारत यात्रा के कारण दिल्ली के…
rbi repo rate news: रिजर्व बैंक ऑफ इंडिया (RBI) ने फरवरी से रेपो दर में…
Shikhar Dhawan Networth: भारतीय टीम के पूर्व ओपनर शिखर धवन का 40 साल के हो…
Jayalalithaa Death Mystery: अपने जमाने की सिनमा स्टार और तमिलनाडु की पूर्व मुख्यमंत्री जे. जयललिता…
Ayushman Card Yojana: आयुष्मान भारत योजना के तहत केंद्र सरकार हर साल लोगों को 5…
What Does POCCNR Mean: रूस के राष्ट्रपति पुतिन 4 दिसंबर की शाम को भारत पहुंचे.…