“Central Budget ‘Self Reliant India’
“કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે અને વિકસિત ભારત@2047 એજન્ડા હેઠળ સરકારની ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. મૂડી ખર્ચ માટે રુ.11.21 લાખ કરોડની ફાળવણી કરીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે ખાસ કરીને સ્ટીલ ક્ષેત્ર માટે વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. આર્થિક વિકાસ માટે આપેલ ફાળવણીનો નક્કર ખર્ચ નિકટ ભવિષ્ય અને આગામી ભવિષ્યની વિકાસની ગતિ નક્કી કરશે.
નવીનીકરણીય ઊર્જા પર સમગ્ર ધ્યાન આપવું એક પ્રશંસનીય પગલું છે. પરમાણુ ઉર્જા પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરી, 2047 સુધીમાં 100 ગીગાવોટના લક્ષ્ય, ભારતના ગ્રીન ઉર્જા ક્ષેત્રના ટ્રાન્સફોર્મેશનમાં સહાય કરશે.
શિપબિલ્ડિંગ અને સમુદ્રી વિકાસ પ્રોજેક્ટ્સ થકી સ્ટીલ ઉદ્યોગ તેમજ MSME માટે વધારાની નાણાકીય જોગવાહીથી પણ લાભ થશે, જે બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયોને નાણાંકીય સપોર્ટ મેળવવામાં મદદ કરશે.”
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.