Diwali Tour 2024
તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ફ્લેમિંગો ટ્રાવેલ્સ ૨૦૨૪ ની દિવાળી માટેના દિવાળી સ્પેશિયલ ટુર પેકેજીસ ની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. દક્ષિણ-પૂર્વ એશિયાની સાંસ્કૃતિક સમૃદ્ધિથી માંડીને યુરોપના મનમોહક પ્રદેશો સુધી, આ પેકેજીસ તમને વિદેશની ધરતી પર દિવાળીની રોનક માણવાની અદભુત તક આપે છે!
દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો
સિંગાપોરના લિટલ ઈન્ડિયાથી લઈને થાઈલેન્ડના મનમોહક કંદીલના તહેવાર સુધી,અમારા દક્ષિણ પૂર્વ એશિયા દિવાળી સ્પેશિયલ પેકેજીસ સાથે દિપોત્સવ ઉજવો એક નવા અંદાજમાં. સ્થાનિક રીતિ-રિવાજો, સ્વાદિષ્ટ વ્યંજનો અને રંગબેરંગી આતશબાજીનો લ્હાવો લો અને આ વર્ષની દિવાળી અલગ રીતે માણો!
યુરોપ
આ દિવાળીએ તૈયાર થઈ જાવ યુરોપની યાદગાર સફર માટે અને માણો લંડન અને પ્રાગ જેવા શહેરોમાં પૂર્વીય સંસ્કૃતિ અને પશ્ચિમી આકર્ષણનો સંગમ! અમારા યુરોપ દિવાળી ટુર પેકેજેસ એક્સપર્ટ ટુર ગાઈડ અને ઓલ ઈન્ક્લુસિવ પેકેજીસ સાથે પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો, વિશ્વભરના વ્યંજનોનો સ્વાદ ચાખો અને યાદગાર પળો સર્જી તમારી દિવાળી ખાસ બનાવો!
ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના અદ્ભુત કુદરતી સૌંદર્ય અને રંગીન શહેરોમાં દિવાળીની ઉજવણી કરો, અમારા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સ્પેશિયલ પેકેજીસ સાથે, એક નવી જગ્યાએ અને નવી રીતે. સિડની, ઓકલેન્ડ, મેલબોર્ન, વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ જેવા શહેરોમાં પ્રકૃતિ, ઇતિહાસ, રોમાંચ અને સંસ્કૃતિનો અનોખો અનુભવ મેળવો!
દુબઈ
આ વર્ષે દુબઈમાં દિવાળીની રોનક માણો અમારા દિવાળી સ્પેશિયલ દુબઈ ટુર પેકેજીસ સાથે. વિશ્વપ્રસિદ્ધ બુર્જ ખલીફા અને અન્ય પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો અને શહેરભરમાં યોજાતા દિવાળીના કાર્યક્રમોમાં સામેલ થાઓ, ભવ્ય આતશબાજીનો નજારો માણો, દુબઇ ની બજારોમાં ખરીદી કરો અને મીઠાઈઓનો સ્વાદ માણો!
ભારત અને તેના પડોશી દેશો
ભારત અને તેના પડોશી દેશોમાં તમારી ટુરની યાદગાર ક્ષણો ને દિવાળીના પ્રકાશથી આનંદિત કરો અને દિવાળી નો જાદુ અનુભવો. વારાણસીમાં ગંગા આરતીનો દિવ્ય નજારો માણો, જયપુરમાં દિવાળીની શોભાયાત્રામાં સામેલ થાઓ અને ઉદયપુરની ઝગમગતી શેરીઓ અને મહેલોની સુંદરતા માણો! નેપાળના શાંતિપૂર્ણ બૌદ્ધનાથ સ્તૂપ અને કોલંબોમાં દિવાળીના વિશેષ આયોજન નો આનંદ લો. ભવ્ય બજારો, આતશબાજી અને સુંદર સજાવટનો આનંદ લો
કસ્ટમાઇઝ અને ફ્લેક્સેબલ ટૂર પેકેજીસ
ફ્લેમિંગો ટ્રાવેલ્સના દિવાળી ટૂર પેકેજીસ દરેક ઉંમર અને રુચિના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમે ગ્રુપ ટૂર પસંદ કરો કે પ્રાઈવેટ ટૂર, તમારા દિવાળીના વેકેશનને યાદગાર બનાવવા ફ્લેમિંગો ટ્રાવેલ્સ અનોખા પેકેજીસ સાથે તમારી સેવા માં હાજર છે !
ફ્લેમિંગો ટ્રાવેલ્સ અમદાવાદ ની એક પ્રખ્યાત અને અગ્રણી ટ્રાવેલ કંપની છે. ભારત ની આ પ્રખ્યાત ટ્રાવેલ કંપની ,વિશ્વભરના પ્રવાસીઓને તેમના સપના સાકાર કરવામાં મદદ કરે છે. અમારી ટીમમાં 200 થી વધારે ટ્રાવેલ કન્સલ્ટન્ટ્સ છે, જે તમારા વિચારો અને પસંદગી અનુરૂપ એક અદભુત અને યાદગાર પ્રવાસનું આયોજન કરવામાં તમારી મદદ કરે છે. ગ્રાહકોના અતુટ વિશ્વાસ અને સહકાર સાથે, અમે પંચોતેર થી વધુ દેશોમાં સફળતાપૂર્વક પ્રવાસનું આયોજન કર્યું છે!
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.