Laxmipati Mill:મજૂરો માટે ઉપલબ્ધ ઊચ્ચ સ્તરની સુવિધાઓની પ્રશંસા કરી
- Laxmipati Mill: સુરતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે ગુરુવારે પાંડેસરા સ્થિત લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી.

- લક્ષ્મીપતિ ગ્રુપ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા અને મિલમાં ઉપલબ્ધ ઉચ્ચ સ્તરની સુવિધાઓ પર ચર્ચા કરવામાં આવી.
- લક્ષ્મીપતિ ગ્રુપના ડિરેક્ટર સંજય સરાવગીએ જણાવ્યું હતું કે સુનીલ બન્સલની આ મુલાકાત દરમ્યાન સુરતમાં વસતા 50 થી વધુ રાજસ્થાની ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા.
Laxmipati Mill: આ મુલાકાત માં દેશનો ઊભરતો દરજ્જો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
- આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશહિતમાં કરવામાં આવેલ વિવિધ નિર્ણયો, રાષ્ટ્રીય સુરક્ષા, ઈઝરાયેલ સાથેના સંબંધો, મહિલાઓ માટેની નવી નીતિઓ,
- ભારતનો આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્તરે દેશનો ઊભરતો દરજ્જો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
- સુનીલ બન્સલે મિલમાં મજૂરો માટે ઉપલબ્ધ ઉત્તમ સુવિધાઓ અને સુખાકારી માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓની પ્રશંસા કરી.
કપડાં ને જોઈ વિકાસ અને ભવિષ્ય ની કરી ચર્ચા

- તેમણે કપડાં બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયાને નજીકથી નિહાળી અને ઉદ્યોગના વિકાસ અને ભવિષ્યની તકો વિશે વિગતવાર ચર્ચા કરી.
- આ અવસરે લક્ષ્મીપતિ ગ્રુપના અધિકારીઓ ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા,
- જેમાં પ્રમોદ ચૌધરી, શ્યામસુંદર અગ્રવાલ, રાકેશ કનસલ, પ્રમોદ પોહાર અને ફાગલાવાળા સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
તમે આ પણ વાંચી શકો છો :
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન
તમે આ પણ વાંચી શકો છો :
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.