Banaskantha police department searched 200 cctv to nab the robbery accused
INDIA NEWS GUJARAT: પાલનપુર ઇદગાહ રોડ ઉપર વેપારીના હાથમાંથી સોના, ચાંદી, અને રોકડ રકમ ભરેલી બેગ લઈ ફરાર ઇસમ ને પોલીસે મુદ્દામાલ સાથે 24 કલાકમાં ઇસમને ઝડપ્યો
પાલનપુરમાં ઇદગાહ રોડ ઉપર આવેલી ગવર્મેન્ટ સોસાયટી આગળથી બે દિવસ આગાઉ એક વક્તિ નાણાં ધીરનાર વેપારી પાસેથી રોકડા રૂપિયા, સોનાના દાગીના અને ચાંદી સહીત કુલ 11 લાખના મુદ્દામાલ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયો હતો. વેપારીએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે આધારે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ LCB, SOG, પૂર્વ પોલીસ ની અલગઅલગ ટિમો બનાવી 200 વધુ CCTV તપાસ કરતા લૂંટ કરનાર ઇસમને પોલીસ ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર માં આવેલ ઈદગાહ રોડ પર આવેલી ગવર્મેન્ટ સોસાયટીમાં રહેતા અશોકકુમાર પુનમચંદભાઈ શાહ મોટી બજારમાં કંસારા શેરીના નાકે દુકાન ધરાવે છે. બે દિવસ અગાઉ અશોકભાઈ શાહ દુકાનેથી રોકડ રૂપિયા, સોનાનાં દાગીના અને ચાંદીના દાગીના ભરેલી બેગ એકટીવા લઈને ઇદગાહ રોડ આવેલ પોતાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં એકટીવા પાર્ક કરીને દાગીના ભરેલ બેગ હાથમાં પકડી ઘરમાં જતા હતા.
ત્યારે જ હાથમાં પકડેલ બેગ એક ઇસમ ઝૂંટવીને નાસી છૂટ્યો હતો જેથી અશોકભાઈ ઇસમ ને પકડવા તરત જ તેની પાછળ દોડ્યા હતા પરંતુ તે ક્યાંય રફુચક્કર થઇ ગયો હતો. જેથી અશોકભાઈ સાહે પાલનપુર પૂર્વ પોલીસને જાણ કરતા જ પૂર્વ પોલીસ પી.આઈ ડીવાયએસપી એસપી સહિત તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડા ની દેખરેખ હેઠળ lcb sog સહિત પૂર્વ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપવા પ્રયાસ કર્યા હતા.
પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારના 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી અને ટેકનિકલ સર્વિલન્સ હ્યુમન સોર્સ ખંતપૂર્વક તપાસ કરી હતી પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન સર્વિલન્સ કોડ ની ઝીણવડ ભરી તપાસ દરમિયાન અને બાદમી હકીકત વધારે લૂંટ કરનાર ઇસમ ને પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાં આરોપી પાસેથી કુલ મુદ્દામાલ પોલીસે કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.