સાયબર ગઠિયાઓ
સાયબર ગઠિયાઓ અવારનવાર છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે ત્યારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે 1,81,00,000 ની છેતરપીંડીના ગુનામાં બેંક અકાઉન્ટ પુરા પાડનાર શખ્સોને દબોચી લીધા છે.
જામનગરના એક સીનીયર સીટીઝન સાથે આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી વોટ્સએપ ગ્રૂપ બનાવી, વિવિધ બેંક ખાતાઓનો અને વોટ્સએપ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી ફેક એપ્લીકેશનને સેબી માન્ય અને યુ.એસ.એક્સ્ચેન્જ એપ્લીકેશન તરીકે બતાવી હતી.
સીનીયર સીટીઝન સાથે તારીખ 30/09/2024 થી 23/10/2024 સુધીના સમયગાળામાં શેરમાં રોકાણ કરાવી નફો કમાઈ આપવાની લાલચ આપી રૂપિયા 1,81,00,000 નું રોકાણ કરાવી લીધું હતું. આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓ શેરનો નફો કે રોકેલ મૂડી પરત આપી ન હતી. જામનગરના આધેડ સાથે આર્થિક ઓનલાઈન છેતરપિંડી કરી હતી બાબતે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતી.
બાદમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી.ગોહીલ, હેડ કોન્સ્ટેબલ ફુલદિપસિંહ વી.જાડેજા, કારુભાઇ ડી.વસરા દ્વારા ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી ગીર સોમનાથ ખાતેથી કિશોર વાલાભાઈ જોગદીયા ઉ.વ.24 ધંધો.પ્રા.નોકરી રહે.હાલ-મેટ્રોડા ૠઈંઉઈ ગેટ નં.1 અંજલી પાર્ક રાજકોટ મુળ રહે.ગામ-મોટા માણસા તા.જાફરાબાદ જિ.અમરેલી અને ઘનશ્યામ મધુભાઈ પરમાર ઉ.વ.23 ધંધો.પ્રા.નોકરી રહે.ગામ-સાણાવાકિયા તા.ગીરગઢડા જિ.ગીર સોમનાથ ને પકડી પાડયા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.