લાખણપોરના પોસ્ટ માસ્ટરે કરી NRI અને આદિવાસીઓના ખાતા માંથી લાખો ની ઉચાપત
સુરત જિલ્લા ના પલસાણા તાલુકા ના લાખાણપોર ગામે પોસ્ટ વિભાગ માં લોકો ના ખાતા માંથી પૈસા ઉપાડી છેતરપીંડી કરનાર ઈસમ ની પોલીસે ધરપકડ કરી છે. પોસ્ટ માં ભરનાર લાખો રૂપિયા ગ્રાહકો ના ખાતા માં નહીં ભરી બનાવતી ખાતા બુક બનાવી ગ્રાહકો ને એન્ટ્રી પાડી આપી હતી. મોબાઈલ નંબર પણ બદલી ખાતા બંધ કરી પૈસા ઉપાડી લીધા હતા.
સુરત જિલ્લા ના પલસાણા તાલુકા ના લાખણપોરના પોસ્ટ માસ્ટરે કરી NRI અને આદિવાસીઓના ખાતા માંથી લાખો ની ઉચાપત કરી હતી. પોસ્ટ માસ્ટરે એનઆરઆઇના ખાતામાં પોતાનો મોબાઈલ નંબર નાખી ઓટીપીના માધ્યમથી રૂપિયાની બીજાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. એન આર આઈ તો થીક પણ આદિવાસીઓના અલગ અલગ સ્કીમમો, બચત ખાતાઓ ખાલી કરી નાંખતા માથે હાથ મૂકવાનો વારો આવ્યો. એનઆરઆઈ તેમજ અન્ય ગરીબ આદિવાસીઓના ખાતામાંથી કરોડો રૂપિયાની બારોબાર ઉચાપત કરી પોસ્ટ માસ્તર લોકોની મહેનતની કમાણી પચાવી પાડી હતી. જે બાબતે પલસાણા પોલીસ માં ફરિયાદ થઈ હતી
બારડોલી ડિવિઝન કચેરી માંથી તપાસ કમિટી રચવામાં આવી હતી. પુણી ગામ ના પોસ્ટ માસ્ટર જીગ્નેશ ઠાકોર ની નીચે કામ કરતા કાર્તિકગીરી ગોસ્વામી બંને સાથે મળી આખું કાવતરું રચ્યું હતું. પોસ્ટ માસ્ટર દ્વારા અમુકના ખાતામાં પોતાના મોબાઈલ નંબર નાખી રૂપિયાની ઉચાપત કરી છે. તો ફિક્સ ડિપોઝિટની રસીદ કોમ્પ્યુટરથી પ્રિન્ટ કાઢવાને બદલે હાથથી જ લખીને પાસબુક ઇશ્યૂ કરી તેના રૂપિયા જમા કર્યા ન હતા. ખાતેદારના મોબાઇલ નંબર બદલી નાણાં અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી લેવાતા હતા.
સમગ્ર મામલે પલસાણા પોલીસ ની દિવસો ની તપાસ બાદ પોલીસ કાર્તિક ગિરી ગોસ્વામી સુધી પોહચી ગઈ હતી. અને તેણે કબૂલાત પણ કરી હતી. જે કબૂલાત કરી એ સાંભળીએ પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી. પબ્લીકના માણસો દ્વારા અલગ-અલગ યોજના હેઠળ નવુ ખાતું ખોલાવી તેમા જમા કરવા માટે આપેલ નાણા એકાઉન્ટ ખોલ્યા વગર બનાવટી પાસબુક બનાવી આપી હતી. જે નાણાં પોતાના અંગત ઉપયોગમાં મેળવી લઇ કુલ 37 લાખ ની સરકારી નાણાંની ઉચાપત કરી સરકાર તેમજ લોકો સાથે છેતરપીંડી કરી છે.
ઉચાપત કરેલ નાણા સગેવગે કરવા માટે ગ્રાહકોને જાણ ન થાય તે માટે પણ અલગ તરકીબ અજમાવી હતી. પુણી સબ પોસ્ટ ઓફિસ માં ગ્રાહકોના નામના બે બનાવટી એકાઉન્ટ ઓપનીંગ કરી ઉચાપત કરેલ નાણાં આ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કર્યા હતા. તેમાંથી ઇન્ટરનેટ બેન્કીંગના માધ્યમથી પોતાના સગા-સબંધીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. અને હાલમાં તેઓ દ્વારા કરવામાં આવેલ ઉચાપતની અન્ય વધુ તપાસ શરૂ કરતાં ભોગબનનારો તેમજ ઉચાપત નો આંકડો કરોડો માં જનાર છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.