Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી – INDIA NEWS GUJARAT
Education Committee: સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી અને જેમાં લોકસભા ઇલેક્શન પૂર્વે સામાન્ય સભામાં 25 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કૂલબેગ, યુનિફોર્મ, બુટ મોજા, સફાઈ કોન્ટ્રાક્ટ અને આરઓ પ્લાન્ટ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ જેવા કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી. મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ સામાન્ય સભા ખૂબ જ અગત્યની હતી. આ સામાન્ય સભામાં 25 કરોડ રૂપિયાના કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. આ 25 કરોડ રૂપિયાના કામોમાં વિદ્યાર્થીઓને પણ આપવામાં આવતા યુનિફોર્મ, બુટ-મોજા, શાળાની સફાઈના કોન્ટ્રાક્ટરો, આરો પ્લાન્ટના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કુલ બેગના કોન્ટ્રાક્ટર મંજૂર કરવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે, શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરા દ્વારા અનેક બાબતો પર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. શાળામાં સફાઈનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપવામાં આવ્યો છે તે એજન્સી અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે.
આ જ એજન્સીની બેદરકારીના કારણે એજન્સી પર કોઈ પગલાં ભરવાના કારણે પૂર્વ સશનાધિકારીની બદલી પણ કરાઈ હતી. છતાં પણ તે જ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત જે સ્કૂલબેગ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમાં માતા સરસ્વતીનો ફોટો લગાવવામાં આવ્યો નથી એટલે ફોટો લગાવવાનું સૂચન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે.
ઉપરાંત જે એજન્સીને સ્કૂલબેગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે એજન્સી સિંગદાણા અને ચણા બનાવવાનું કામ કરતી હોવાનો આક્ષેપ પણ વિપક્ષ સભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સાથેજ જે અલગ અલગ કોન્ટ્રાક્ટ મંજુર કરવામાં આવ્યા છે તેમાં કેટલીક કંપનીઓ વચ્ચે સામ્યતાઓ હોવાનું અને ચલણ એક જ જગ્યા પરથી અને એક જ સરખા અને એક જ મોબાઈલ નંબર વાળા જનરેટ થતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
તમે આ પણ વાંચી શકો છો:
Excessive Google Use: સતત મોબાઈલનો ઉપયોગ પછી યુવતીની સ્થિતિ બગડી, ગળાફાંસો ખાધો – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો:
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.