Geni Ben In Amirgadh : ‘નફ્ફટ લોકો ને આબરૂ હોતી નથી’ ગેનીબેન ઠાકોર અમીરગઢ માં ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર સભા યોજાઈ
Geni Ben In Amirgadh : ઉમેદવાર ગેની બેન રહ્યા હાજર ‘જય ભવાની ભાજપ જવાની’.
બનાસકાંઠા લોકસભા ની બેઠક પર બન્ને પક્ષ દ્વારા મહિલા ઉમેદવાર મેદાન માં ઉતર્યો છે ત્યારે બનાસકાંઠા ની બેઠક જેમ જેમ મતદાન નો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ જાહેર સભા ઓ એક બીજા પર આક્ષેપો સાથે આગળ વધી રહી છે.
લોકસભા 2024 સામાન્ય ચુંટણી માટે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોર અને ભાજપ દ્વારા ડો. રેખાબેન ચૌધરી ને ઉતારવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજુ ભાજપ રાજકોટ ઉમેદવાર પરષોતમ રૂપાલાના શાંતરીલ સમાજ પર નિવેદન ક્ષત્રિય સમાજ રોષે ભરાય છે. ત્યારે અમીરગઢ ના આંગણે યોજાયેલા ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર સભા માં ગેની બેને કહ્યું કે નફ્ફટ લોકો ને ઈજ્જત આબરૂ હોતી નથી. માટે જેવા સાથે તેવા બની અઠવાડિયા સુધી રખવાળી કરવા ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજ ને બનાસકાંઠા લોક સભા ના કોંગ્રેસ ના ઉમેદવાર ગેની બેન ઠાકોરે અપીલ કરાઈ હતી. ત્યારે ક્ષત્રિય સમાજ ની જન મેદની માંથી તાળીઓ ના રણકાર સાથે જય ભવાની ભાજપ જવાની ના નારા ગુંજી ઉઠ્યા હતા. ગેની બેને વધુ માં જણાવ્યું હતું કે,આઝાદી બાદ આજ દિન સુધી દાંતા મત વિસ્તાર માંથી ભાજપ લીડ મેળવી શકી નથી અને આજે માત્ર આદિવાસી પ્રજા ને ભોળવી લીડ મેળવવા ના સપના દેખી રહી છે …
તમે આ પણ વાંચી સકો છો:
Valsad: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન, પોલીસ જવાનોએ પોલીસ હેડ મતદાન કર્યું
તમે આ પણ વાંચી સકો છો:
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.