MCMC Centre: લોકસભા ચુંટણી અંગે તમામ નાગરિકોઆ સુવિધાનો લાભ લઈ શકશે – INDIA NEWS GUJARAT
MCMC Centre: લોકસભાની ચૂંટણીની પગલે તાપી જિલ્લાના વ્યારા સ્થિત માહિતી કચેરી ખાતે ચૂંટણી અંગેની રસપ્રદ માહિતી મીડિયા કર્મીઓ, નાગરિકોને સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે MCMC સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મીડિયા સેન્ટરનો પ્રારંભ કારવાયો હતો, જેને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે તૈયાર કરેલ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ સેન્ટરની મુલાકાત જિલ્લા ચૂંટણી અધિકારી ડો વીપીન ગર્ગએ લઈ અહીં થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો. તાપી જિલ્લાના આદિવાસી મતદારો ચુંટણી સંબંધિત પોતાના કોઈપણ પ્રશ્નો અથવા મુંઝવણ અંગે માર્ગરદર્શન મેળવવા માટે શરૂ કરવામાં આવેલ મીડિયા સેન્ટરની મુલાકત લઈ શકે છે અને જાણકારી મેળવી શકે છે.
આધુનિક રીતે તૈયાર કરવામાં આવેલી આ સુવિધાનો તમામ લોકો લાભ ઉઠાવે અને ચુંટણી અંગે જાગૃતિ માટે આ સુવિધા દરેક જિલ્લા મથકે ઊભી કારવમાં આવે છે અને બહોળી સખ્યમા નાગરિકો આનો લાભ ઉઠાવે એવી અપીલ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કારવમાં આવી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.