By: Jayesh Soni
• LAST UPDATED : March 27, 2025, 3:30 pm ISTAtal Jan Seva
રવિકુમાર સુરેશભાઈ પટેલ
અટલ જન સેવા કેન્દ્ર (MP office),વલસાડ
Atal Jan Seva
82 વર્ષીય જ્યોતિ ગ્યાનેન્દ્રનાથ બોસ માટે ST બસમાં મફત મુસાફરી પાસ મેળવવા માટે માર્ગદર્શન અને સહાય કરવામાં આવી.
ST ડેપો અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને જરૂરી દસ્તાવેજ પ્રક્રિયા પૂર્ણ કરાઈ અને અટલ જન સેવા કેન્દ્રના પ્રયત્નોથી આજે શ્રી બોસે મફત મુસાફરી પાસ પ્રાપ્ત કર્યું.
આ તો એક ઉદાહરણ છે, પણ અટલ જન સેવા કેન્દ્ર માત્ર એક સહાય કેન્દ્ર નથી, એ હજારો જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કેન્દ્ર બની ગયું છે.
સાંસદધવલભાઈ પટેલ – સમસ્ત સમાજ માટે આશાસ્પદ નેતૃત્વ
MP ધવલભાઈ પટેલ માત્ર એક રાજકીય નેતા નહીં, પણ દુખિયાઓ માટે સહારો અને જરૂરિયાતમંદ લોકો માટે આશા બની બેઠા છે.
ખેડૂત હોય કે મજૂર, વૃદ્ધો હોય કે મહિલાઓ, દરેક માટે તેઓ એક ટ્રાન્સપરન્ટ નેતૃત્વ સાથે સેવાભાવી કામમાં આગ્રહ રાખે છે.
Atal Jan Seva
અટલ જન સેવા: કોઈ માટે કાયદાકીય સહાય, કોઈ માટે આરોગ્યની રાહત
આ કેન્દ્રીય ઓફિસ માત્ર એક કારકિર્દી કે પ્રોજેક્ટ નહીં, પણ જનતાની સમસ્યાઓનું સમાધાન લાવતો એક કેન્દ્ર છે.
હું,, છેલ્લા બે મહિના થી અટલ જન સેવા કેન્દ્રમાં સહાયક તરીકે સેવા આપી રહ્યો છું અને રોજ હજારો લોકોની સમસ્યાઓ હલ થતી જોઈ રહ્યો છું.
જે લોકો દુઃખી, પરેશાન, અને નિરાશ આવીને મદદ માગે છે, તેઓ અહીંથી એક આશા અને ખુશી લઈને જતાં હોય છે.
Atal Jan Seva
યુવા પેઢી માટે એક પ્રેરણા
હું એક યુવા વિદ્યાર્થી સંગઠન મા વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થી જગત કે સમાજમાં લાંબા સમયથી કાર્ય કર્યું છે અને સાંસદ ધવલભાઈ પટેલ સાથે આટલી પારદર્શક પદ્ધતિથી કામ કરવાનો મોકો મળ્યો તે માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું.
આજે સમાજને સાચા, નિષ્ઠાવાન અને જનહિત માટે કાર્યરત નેતૃત્વની જરૂર છે, અને ધવલભાઈ જેવો નેતા એ જ સાચા અર્થમાં “જનતા માટેનો સાથી” છે.
અટલ જન સેવા કેન્દ્ર એ માત્ર એક ઓફિસ નહીં, પણ સેવાનું એક સત્ય પ્રતિક છે.
જો તમને કોઈ શાસકીય સહાય, કાયદાકીય સલાહ કે અન્ય કોઈ જરુર હોય, તો અટલ જન સેવા કેન્દ્રનો સંપર્ક કરો.
સેવા પરમો ધર્મઃ
Atal Jan Seva
Atal Jan Seva
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.