Legends Cricket League
સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે તેઓને ફરી એકવાર દેશ-વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવાની તક મળી રહી તે માટે AAA Sportz કંપની દ્વારા સુરતના આંગણે લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીએ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આ લીગનું આયોજન કર્યું હતું ત્યારે ક્રિકેટ પ્રેમીઓ પોતાના પ્રિય ભૂતપૂર્વ ખેલાડીઓ ને મેદાનમાં જોઈ અભિભૂત થઈ ગયા હતા.
કંપની વતી અભિદેવ ચક્રવર્તીએ કહ્યું કે કંપની લિજેન્ડ્સ લીગનું આયોજન કરતી રહે છે. ગત વર્ષે પણ તેનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું. લોકો તેમના મનપસંદ ક્રિકેટરને ફરીથી મેદાન પર રમતા જોવા માંગે છે, તો આ લીગ તેમની ઇચ્છા પૂરી કરે છે. AAA Sportz કંપનીને લિજેન્ડ્સ લીગના આયોજનની સંપૂર્ણ જવાબદારી મળી છે ત્યારે સુરતમાં આયોજીત લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં વિવિધ દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરો પોતાની રમત બતાવી હતી. આ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગત વર્ષની ઈવેન્ટ વખતે સ્ટેડિયમમાં 8500 દર્શકોની બેઠક વ્યવસ્થા હતી, પરંતુ આ વખતે તે વધારીને 12 હજાર કરવામાં આવી હતી, જેથી વધુને વધુ ક્રિકેટપ્રેમીઓ આ લીગનો આનંદ માણી શક્યા હત
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.