Parsi Festival: પારસીઓનો આવા મહિના શરૂઆત, કુદરતી સંપતિ અને કુદરતી તત્વોની પૂજા કરી – INDIA NEWS GUJARAT
Parsi Festival: પારસીઓ ઈરાનથી હિન્દૂસ્તાનમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ભારતીય વનવાસી ઓની વેળા તમામ કુદરતી તત્વોની પૂજા-અર્ચના કરતા આવ્યા છે. ત્યારે પ્રકૃતિને પૂજનારા પારસીઓએ આજે પૂર્ણાં નદીના કિનારે આવા યઝદની પરબ કરી હતી. પારસીઓએ પૂર્ણાં નદીની પૂજા સાથે જ તેમના આવા દેવીને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા.
પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિનો અને દિવસના નામો પાડવામાં આવ્યા છે જે મુજબ આજરોજ આવાં મહિનો અને આવાં રોજનું પરબ નિમિતે પવિત્ર અગ્નિદેવની પૂજા સાથે પાણીની પૂજા કુવા, તળાવ, નદી કે દરિયા કિનારે કરે છે. નવસારી શહેરના પારસી સમાજના લોકો આજરોજ સંધ્યાકાળે નવસારી શહેરના વિરાવળ ખાતે આવેલ પૂર્ણા નદી કિનારે ભેગા થઇ પવિત્ર જશનની ક્રિયા કરી પાણી સમક્ષ બંદગી કરી જળવંદના કરી હતી. પારસી ધર્મગુરુઓ જશનની પવિત્ર ક્રિયા કરી હાજર પારસી સમાજ લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ, શ્રીફળ અર્પણ કરી આજરોજ મીસ્તાન તરીકે પૂરણ પોળી જેને દાળની પોળીનો પ્રસાદ જળને અર્પણ કરી બધા પ્રેમથી આરોગે છે.
હાલ પૂરા વિશ્વમાં આરસીઓની જનસંખ્યા એક લાખથી પણ ઓછી રહી ગઈ છે ત્યારે વિશ્વમાં માઈનોરીટી માં આવી ગયેલા પારસી સમુદાયનું ભારતમાં ખૂબ મોટું યોગદાન છે અને અનેક એવા વ્યક્તિઓ છે જેને ભારતીય અર્થતંત્ર ને વગવંતું બનાવવા અને ભારતની આર્થિક સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપ્યું હોય ત્યારે સૌથી સોમ્ય અને શાંત સરણાર્થી ભારત દેશમાં માત્ર પારસી જ છે જેઓએ દેશમાં આવી કોઈ પરં પ્રકારનો ઉત્પાત નથી મચાવ્યો અને કોઈપણ દેશ વિરોધી કામ નથી કર્યું.
તમે આ પણ વાંચી સકો છો :
Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી સકો છો :
ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.