Surat: નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળ્યો – INDIA NEWS GUJARAT
Surat Police: છેલ્લા 74 દિવસથી ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોનો આજે અંત આવ્યો છે અને સુરત પોલીસ કમિશ્નર તરીકે અનુપસિંઘ ગેહલોતે વિધિવીત રીતે ચાર્જ સંભાળી લીધો છે. 74 દિવસથી સુરત શહેર પોલીસ કમિશ્નર વિના ચાલી રહ્યું હતું. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળતી રહી હતી. આ વચ્ચે ચૂંટણી પંચની દરમ્યાનગીરી બાદ ગૃહ વિભાગ દ્વારા આપીએસ અધિકારીઓની બઢતી અને બદલીને ઓર્ડરો કરવામાં આવ્યા હતા.
આખરે સુરત શહેરને 74 દિવસની પ્રતિક્ષા બાદ નવા પોલીસ કમિશનર મળી ગયા છે. સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિયુક્તિ કરાતા આજરોજ તેઓએ વિધિવત રીતે શહેર પોલીસ કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો છે. પદભાર સંભાળતાની સાથે નવનિયુક્ત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, શહેરમાં શાંતિ સલામતી જળવાય તેવા પ્રયાસ રહેશે. ટીમ વર્ક સાથે પ્રજાની સેવા કરીશું. કોઈ પણ પ્રકારની કસર બાકી નહિ રાખવામાં આવે. સુરત દેશમાં સૌથી વિકસતું શહેર છે. અહીં ઘણા બધા પડકારો છે. અહીં ટ્રાફિકનની સમસ્યાઓ છે, જે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. લોકસભાની ચૂંટણી અમારા માટે ચેલેચિંગરૂપ રહેશે. આજરોજ સુરત જિલ્લા રેન્જ આઈ જી તરીકે પ્રેમવીર સિંઘ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે. જિલ્લા રેન્જ આઈજીની સાથે સાથે શહેર પોલીસ કમિશ્નર તરીકે અનુપસિંઘ ગેહલોતે પણ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે.
અનુપ ગેહલોત વડોદરા સીપી તરીકે હમણાં સુધી કાર્યરત હતા. જેમની બદલી કરી સુરત શહેર પોલીસ કમિશ્નર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 31મી માર્ચના રોજ અજય તોમર સેવા નિવૃત થતાં શહેર પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી પડી હતી. 74 દિવસ સુધી શહેર પોલીસ કમિશનર વિના ચાલી રહ્યું હતું. શહેરમાં ઉપરાછાપરી હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ બની હતી. જે ક્રાઈમની ઘટનાઓ વચ્ચે આજે વિધિવત રીતે અનુપમસિંઘ ગેહલોતે શહેર પોલીસ કમિશ્નર તરીકેની કમાન સંભાળી છે. નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતનું શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉષ્માભેર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જે અધિકારીઓનું નવનિયુક્ત પોલીસ કમિશનરે અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જે પત્રકાર પરિષદને સંબોધતા અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, આજે સરકારના હુકમથી ચાર્જ સંભાળ્યો છે. પ્રજાજનો માટે પોલીસ સ્ટેશનો બનાવ્યા છે. લોકોની ફરિયાદનું ત્વરિત નિરાકરણ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. પ્રજા સહકાર આપતી રહે તેવી આશા છે. પ્રજાનો સહકાર ખૂબ જ જરૂરી છે. વધુમાં નવનિયુક્ત કમિશ્નરે જણાવ્યું હતું કે, ફરિયાદીઓની ફરિયાદનું નિરાકરણ થાય તેવા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે. અલગ અલગ વિસ્તાર મુજબ પોલીસ માટે અલગ અલગ પડકારો હોય છે. સુરત આર્થિક ઇકોનોમિક તરીકે ઓળખાય છે. અહીં અનેક પ્રકારના પડકારો છે. ફ્લોટિંગ પ્રકારના ક્રાઈમ પોલીસ માટે પડકારો રહેશે.શહેરમાં ક્રાઈમ ભલે વધ્યું હોય પણ ડિટેક્શન રેસિયો વધારે છે.
નવનિયુક્ત પોલીસ કમિશ્નર અનુપસિંઘ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ લોકસભાની ચૂંટણી પોલીસ માટે મહત્વની છે. જેના પગલે શહેરમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ ભર્યો માહોલ ઉભો કરવામાં આવશે. સુરત પોલીસનો હંમેશા અભિગમ રહ્યો છે કે પ્રજાની સેવા અને સુરક્ષા જળવાય રહે. મીડિયાની પણ એક મહત્વની ભૂમિકા રહેલી છે. લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો રહેશે. મીડિયાનો સાથ સહકાર પણ ખૂબ જ જરૂરી છે. સુરત શહેરની ભૌગોલિક પરિસ્થિતિ રેલ માર્ગ, એર માર્ગે અને રોડ માર્ગ કનેક્ટિવિટી સાથે જોડાયેલી છે. અમારા માટે સૌથી વધુ ચેલેનીંજગ લોકસભાણી ચૂંટણી રહેશે.
તમે આ પણ વાંચી સકો છો :
Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા
તમે આ પણ વાંચી સકો છો :
‘The Legacy Of Jineshwar’ : ‘ધલેગસીઑફજિનેશ્વર’ ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.