૧૭૯૩ — શરૂઆતનો અન્યાય
લોર્ડ કોર્નવોલિસના બંગાળના કાયમી વસાહત કાયદા પછી છોટાનાગપુરના આદિવાસીઓના જીવનમાં અચાનક ફેરફાર આવ્યો.
સદીઓથી જંગલ-જમીન સાથે જોડાયેલ જીવન હવે કર અને દખલની ગૂંથણમાં ફસાઈ ગયું. ખુંટકટ્ટી પદ્ધતિ હેઠળ મુંડા સમુદાય પોતાના ખેતર અને વનજીવનનો માલિક હતો,
પણ હવે ‘દિકુઓ’ – બહારના શાસકો – જમીન અને આત્માને કબજે કરવા લાગ્યા.
૧૮૭૪ — શોષણનો પ્રારંભ
આ સમય સુધી મુંડા વસાહતો પર દિકુઓનું (“દિકુ” શબ્દ મુંડારી ભાષામાં વપરાય છે, જેનો અર્થ થાય છે — વિદેશી શાસક) સામ્રાજ્ય ફેલાયું.
આદિવાસી માલિક મજૂર બન્યા. તેમની આર્તનાદ પરથી એક ચેતનાનો જન્મ થવાનો હતો —
બિરસા મુંડા, જન્મ: ૧૮૭૫.
ઉલિહાતુ ગામની ધરતી પર જન્મેલા બિરસા મુન્ડા — જે પછી ધરતી આબા તરીકે પૂજાયા — માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ એક વિચાર, એક લહેર, અને એક યુગનું પ્રતીક હતા. ઉલિહાતુ ગામ, છોટાનાગપુર-ઝારખંડ. કરમી હાતૂના ગર્ભમાંથી અને સુગના મુન્ડાના ઘરથી ઉપજેલો આ દીપક, બ્રિટિશ રાજની અંધકારમય રાતમાં સ્વાભિમાનનો તેજસ્વી દીવો બની પ્રગટ્યો.
બૃહસ્પતિવારે જન્મેલા બિરસા, જેમનું નામ દેવગુરુ બૃહસ્પતિ પરથી પડ્યું, બાળપણથી જ અદમ્ય તેજ ધરાવતા હતા.
ખેતીવાડી કરનારા આ પરિવારમાંથી ઉગેલા આ યુવાને જલ્દી જ સમજ્યું કે તેમની જનજાતિ પર અયોગ્ય શાસન અને ધર્માંતરણના દમનચક્રો ફેલાયા હતા. અંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરીઓ વનવાસીઓની પરંપરાઓને “અંધવિશ્વાસ” કહી અપમાન કરતા. પણ નાનકડા બિરસાએ માત્ર ૧૧ વર્ષની ઉંમરે જ પાદરીને કહી દીધું —
“કોઈ ધર્મ મનુષ્યને નરક તરફ નથી ધકેલતો; ઈશ્વરપ્રાપ્તિ એ જ ધર્મનું મૂળ છે.”
૧૮૮૨ — વન અધિકારનો નાશ
ભારતીય વન અધિનિયમ લાગુ પડ્યો.
જંગલમાં જીવતા આદિવાસી સમુદાયનો પ્રાચીન હક્ક ખતમ થઈ ગયો.
જંગલ, જે જીવનો સાથી હતો, હવે સરકારની મિલકત બન્યો.
૧૮૮૫ — આદિવાસી વિદ્રોહની પહેલી ચિંગારી
સરદારોમાં અસંતોષ ઉઠ્યો.
બિરસા હજી શાળામાં હતા, પણ આ હાકલ તેમની આત્મામાં સંભળાઈ ગઈ.
બિરસાને પછી શાળામાંથી કાઢી મુકાયા — કદાચ એ જ દિવસ તેમના ઉલ્ગુલનની (ઉલ્ગુલન શબ્દ મુંડારી ભાષામાંથી આવેલ છે,
જેનો અર્થ થાય છે —“મહા વિદ્રોહ” ) શરૂઆત હતી.
૧૮૯૭ — પ્રથમ ધરપકડ
બિરસા આદિવાસીઓને એકતા તરફ બોલાવવા લાગ્યા.
તેમને પકડવામાં આવ્યા અને બે વર્ષની સજા ફટકારાઈ.
જેલમાંથી છૂટ્યા પછી તેમણે ચમત્કારિક આધ્યાત્મિક શક્તિઓનું પ્રદર્શન કર્યું —
લોકોમાં વિશ્વાસ ઉઠ્યો કે બિરસા માત્ર નેતા નહીં, ‘ભગવાન’ છે.
૨૪ ડિસેમ્બર, ૧૮૯૯ — ઉલ્ગુલનની જાહેરાત
બિરસાએ ‘ઉલ્ગુલન’ની હાકલ કરી —
જમીન, જંગલ અને આત્મસ્વાભિમાન માટેનું યુદ્ધ.
“આ બળવો નહીં, આ તો અસ્તિત્વનું યુદ્ધ છે.”
૯ જાન્યુઆરી, ૧૯૦૦ — ડોંબરી બુરુની લડાઈ
મુંડા યોદ્ધાઓએ અંગ્રેજો સામે ધનુષ અને તીરથી જંગ કર્યો.
સેંકડો શહીદ થયા, ધરપકડો થઈ.
અંગ્રેજોએ વિચાર્યું – બિરસાનું યુદ્ધ ખતમ થયું.
પણ એ તો માત્ર શાંત લાવેલું તોફાન હતું.
૩ ફેબ્રુઆરી, ૧૯૦૦ — ધરપકડ અને મરણયાત્રા
૩ ફેબ્રઆુરી ૧૯૦૦માં ગુપ્તચરો અને ભેદીઓની મદદથી બદગાવમાં અંગ્રેજ પોલીસે ફરથી તેમની ધરપકડ કરી. બિરસાને જંગલમાં સૂતા પકડાયો. ભગવાન બિરસા ને હાથ ઘડી પહેરાવીને રાંચીની જેલ માં લઈ જવામાં આવે છે તેમની વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે છે.
રાંચી લાવવામાં લાવ્યા પછી….
યાતનાઓ, ગુપ્ત ટ્રાયલ, કોઈ વકીલ નહીં.
અંગ્રેજ ઓફિસર મેયરનો રિપોર્ટ તો જાણો.
“બિરસા આંદોલનનો સંબંધ કેવળ ધર્મસંબંધી ક્રિયાકલાપો સુધી સીમિત નહોતો. તે મિશનરીઓના વિરુદ્ધની આડમાં બ્રિટિશ સરકારના વિરુદ્ધ સંગ્રામનું વાતાવરણ તૈયાર કરી રહ્યા હતા.
જો બિરસાને છોડવામાં આવશે તો,આ લોકો એક જૂથ થઈ નવા રૂપે આંદોલન પ્રારંભ કરશે. જે સરકાર માટે ખતરનાક હશે
જો ફરીથી બિરસાને જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો વર્ષ ૧૮૫૭ની ક્રાંતિ જેવી પરિસ્થિતિ ફરીથી પેદા થશે.
૨૦ મે, ૧૯૦૦ – તબિયત ખરાબ.
૧ જૂન, ૧૯૦૦ – કોલેરાથી મૃત્યુની જાહેરાત.
પણ લોકો કહે છે – “ભગવાન બિરસા મર્યા નહીં, જમીનમાં વિલીન થયા.”
૧૯૦૮ — બિરસા મુંડાના સ્વપ્નનો કાયદામાં રૂપાંતર
અંગ્રેજોને બિરસાનો સંદેશ સમજાયો.
તેઓએ છોટાનાગપુર ટેનન્સી એક્ટ, ૧૯૦૮ બનાવી,
જમીન હક્કોને કાનૂની સ્વીકૃતિ આપી.
ખુંટકટ્ટી પદ્ધતિને માન્યતા મળી –
જમીન હવે ફરી આદિવાસીની બની.
બિરસા મુંડા પછી — ચેતનાનો જાગ્રત અગ્નિ
બિરસા મર્યા પછી પણ ઝારખંડની ધરા સળગી રહી.
દરેક આંદોલન, દરેક લડાઈ, તેમની જ ચેતના લઈને ઉઠતી ગઈ.
બિરસા મુંડા હવે વ્યક્તિ નહીં –
પ્રતિક બની ગયા ‘અસ્તિત્વના અધિકાર’નો.
વીર બિરસા, જનાયક બિરસા,
તમને પૃથ્વીના આશીર્વાદ.
કેટલાક સિદ્ધાંતો નશો હતા, કેટલાક પવિત્ર સ્વપ્ન.
પવિત્રતા અને પ્રતિબિંબ –
પર્વત (કોહ), નદી (અબજુ), અને કારણ (અસબાબ) –
તમારી ધરા આજે પણ બોલી રહી છે —
“જમીન અમારું જીવન છે.”
Shikhar Dhawan Networth: भारतीय टीम के पूर्व ओपनर शिखर धवन का 40 साल के हो…
Jayalalithaa Death Mystery: अपने जमाने की सिनमा स्टार और तमिलनाडु की पूर्व मुख्यमंत्री जे. जयललिता…
Ayushman Card Yojana: आयुष्मान भारत योजना के तहत केंद्र सरकार हर साल लोगों को 5…
What Does POCCNR Mean: रूस के राष्ट्रपति पुतिन 4 दिसंबर की शाम को भारत पहुंचे.…
Dhurandhar Facing Content Delivery Issues: अदित्य धर की फिल्म 'धुरंधर' को कंटेंट डिलीवरी में काफी…
Dhurandhar Controversy: आदित्य धर की फिल्म 'धुरंधर' 5 दिसंबर शुक्रवार को बड़े पर्दे पर रिलीज…