Audio Message Of Chaitar Vasava : સુખરામ રાઠવા ની કડુલી મહુડી ગામમાં સભા, ચૈતર વસાવા રહ્યા અનુપસ્થિત
Audio Message Of Chaitar Vasava : લોકો માટે ચૈતર વસાવા નો ઓડિયો મેસેજ સુખરામ રાઠવા ને જંગી મતો થી જીતાડવા આહવાહન.
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા ના સમર્થન માં નસવાડી ની કડુલી મહુડી ગામમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં આદિવાસીઓ ઢોલ વગાડી ઘેરૈયા દ્વારા નેતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.
લોકસભા 2024 સામાન્ય ચુંટણી ખાતે બધા પક્ષો જંગી પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને રિજવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુર લોકસભા બેઠક ના સંસદીય મત વિસ્તાર ના અતિ આંતરિયાળ એવા ડુંગરાળ વિસ્તારમાં કોંગ્રેસ ના ઉમેદવાર સુખરામ રાઠવા ના સમર્થન માં જાહેર સભા યોજાઈ હતી, જયા એમનું ઢોલ નગાડા અને નૃત્ય સાથે સ્વાગત કરવામાં વાયુ હતું. જો કે આ જાહેર સભા ને સંબોધવા આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા ના ઉમેદવાર ચૈતર વસાવા ઉપસ્થિત રહેવાના હતાં પરંતુ અનિવાર્ય સંજોગો ને કારણે ઉપસ્થિત રહ્યા ન હતાં, જોકે ચૈતર વસાવા ને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ચૈતર વસાવા નો ઓડિયો મેસેજ ઉપસ્થિત લોકો ને સંભડાવવામાં આવ્યો હતો, કડૂલી મહુડી ગામે યોજાયેલ જાહેર સભા માં કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ડૉ પ્રફુલ વસાવા, પ્રો અર્જુન રાઠવા, ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ ના સુખરામ રાઠવા ને જંગી મતો થી જીતાડવા આહવાહન કર્યું હતું, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
Body Donation: કેનેડામાં મોત પામેલા ગુજરાતી યુવકના પરિવારનો નિર્ણય, દેહદાનની અનોખી ઘટના
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.