અશ્વિન કુમારની એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ “જ્યાં આંખો બોલે છે અને હૃદયમાં સ્પર્શે છે –

અંગ્રેજીમાં કહેવાય છે, “Some stories are not just told; they are experienced.” — તે જ અનુભવ ગઈકાલે આવ્યો, જ્યારે મેં “મહાવતાર નરસિંહ” ફિલ્મની સ્ક્રિન પર હાજરી આપી.

03ff1c3f0325423b965156bf70a99afc

આપણું દુર્ભાગ્યે છે કે વલસાડમાં 3d સ્ક્રીન નથી. નહીં તો કંઈક ઓર વિશેષ મજા હતે.

આ ફિલ્મ માત્ર એક એનિમેટેડ મૂવી નથી, પણ આપણા શાસ્ત્રોમાંથી જન્મેલી સદીઓ જુની વાર્તાને આધુનિક દ્રષ્ટિ અને ટેક્નોલોજીના માધ્યમથી જીવંત કરતું એક કલાત્મક ચમત્કાર છે. નરસિંહ અવતારની પૌરાણિક કહાની — જે આપણે બાળપણથી સાંભળી છે, ભણ્યા છે, ભજના અને આરતીમાં ગાયું છે — એને જ્યારે પડદા પર જોયું, ત્યારે માત્ર આંખો નહીં, આખું હૃદય ભક્તિથી ભીંજાઈ ગયું.

એનિમેશન અને દૃશ્યરચના:

ફિલ્મના દ્રશ્યોમાં ઉપયોગમાં લેવાયેલું એનિમેશન અસાધારણ અને ઊંચી કક્ષાનું છે. દરેક ફ્રેમ એક જીવંત ચિત્ર જેવું લાગતું હતું. ખાસ કરીને જ્યારે નરસિંહ અવતાર દર્શાવાયો, ત્યારે તરત જ રૂંવાડા ઊભા થઇ ગયા. તેના ત્રાસદાયક રોષમાં પણ એક શાંત ભવ્યતા હતી, અને ત્રાટકતા ત્રાટકતા તે દૈવી સ્વરૂપે રૂપાંતર પામતા રહ્યો.

પાત્રની પસંદગી અને વ્યક્તિત્વ:

પાત્રોની રચના એવા કળાક્ષમ અને તટસ્થ રીતે થઈ છે કે જેમણે અવાજ આપ્યો છે, તેમનો આત્મા પાત્રોમાં ઉતરી ગયો લાગે છે. ખાસ કરીને ભક્ત પ્રહલાદ — એની આંખોમાં જે હાવભાવ, કરૂણા, આદર, પ્રેમ, ભક્તિ અને આનંદ છે — તે સીધું દર્શકના હ્રદયને સ્પર્શે છે. આંખો બોલતી લાગે છે, અને દરેક દૃશ્યમાં એક આધ્યાત્મિક તીવ્રતા અનુભવાય છે.

સંગીત અને પૃષ્ઠભૂમિ:

સાઉન્ડ ટ્રેક અને પૃષ્ઠસંગીત પણ અનુભવને દોઢગું કરે છે.

“મહાવતાર નરસિંહ” માત્ર એક ફિલ્મ નહીં, પણ ભક્તિની યાત્રા છે. એ એવો અનુભવ છે કે જ્યાં તમારું બાળકપણ, શ્રદ્ધા અને કલ્પના એકસાથે બેઠાં ફિલ્મ જોતા હોય એવું લાગે.

આવો પ્રયાસ — જ્યાં પ્રાચીન વાર્તાઓને આધુનિક ટેક્નિકથી સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવે — ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક આશાનું પ્રતિક છે.

શબ્દો ઓછા પડે તેવો અનુભવ.

હું તો એટલું જ કહું: જો તમારું મન કોઈક સમય માટે ભગવાનમાં લીન કરવું હોય, તો એકવાર “મહાવતાર નરસિંહ” જરૂરથી જોવો.

Story By: NIRAJ DESAI

Recent Posts

साउथ अफ्रीका से व्हाइटवॉश के बाद गंभीर की टेस्ट भूमिका पर चर्चा तेज, BCCI ने पूर्व स्टार से किया संपर्क

Team India Coach: साउथ अफ्रीका के खिलाफ घरेलू टेस्ट सीरीज़ में करारी हार के बाद…

Last Updated: December 28, 2025 04:18:45 IST

पैरों में सूजन और सख्ती को न करें नजरअंदाज, अंदर ही अंदर पनप रही है ये गंभीर बीमारियां

Leg Swelling Causes: पैरों और टांगों में सूजन क्यों होती है, इसके पीछे कौन सी बीमारियां…

Last Updated: December 27, 2025 21:45:58 IST

WTC Points Table: इंग्लैंड की बड़ी जीत के बाद पॉइंट्स टेबल की बदली तस्वीर, भारत की पोज़ीशन का क्या है हाल?

Ashes 2025-26 के चौथे टेस्ट में इंग्लैंड ने मेलबर्न में ऑस्ट्रेलिया को हरा दिया और…

Last Updated: December 27, 2025 21:34:07 IST