“સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25: ગુજરાત આગળ વધી રહ્યું છે, વલસાડ જનપદ પાછળ રહી ગયું”
વાપી નાગરપલિકાએ થોડી લાજ રાખી, ત્યાં જિલ્લામાંની અન્ય નગરપાલિકાઓ – પારડી, ધારમપુર, ઉમરગામ અને વલસાડ –નું પ્રદર્શન નબળાથી પણ નબળું રહ્યું છે.
જ્યારે ગુજરાતે પણ આ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાતના અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને 7-7 સ્ટાર સાથે કચરા મુક્ત શહેરની શ્રેણીમાં સ્થાન મળ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને વાપી જેવા શહેરોને 3-3 સ્ટાર મળ્યા છે.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે યોજાયેલા એવોર્ડ સમારંભમાં ગુજરાતના કુલ 26 મ્યુનિસિપલ કોર્પોરેશનોને કચરા મુક્ત શહેર (GFC) પ્રમાણપત્ર મળ્યું છે. રાજ્યે કુલ 12,500 માંથી સરેરાશ 8,178 માર્ક્સ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.
“સફાઈ એક Target હતી, હવે એવી legend બની ગઈ છે!”
સફાઈએ કહ્યું – “મારા સિવાય બધા ખુશ છે!”
*ઝમીર કાઝમીના અંદાજમા સ્વચ્છતા વલસાડ શહેરમા આવીને રુદન કરે છે
“મજનુ ભી ખેરીયત સે હૈ, લેલા મઝેમેં હૈ – એક તુમ મેરે ના હો શકે દુનિયા મઝેમેં હૈ“*
વાપી નગરપાલિકાની વાત કરીએ તો નોંધપાત્ર સુધારો જોવા મળે છે જેમ કે ઘન કચરાના પૃથક્કરણ માટે વર્ષ 2024 25 માં 100% ની સિદ્ધિ હાસલ કરી છે ગુજરાત રાજ્યના રેન્કિંગ ની વાત કરીએ તો બે સ્થાન ઉપર જતા જે સાતમું સ્થાન હતું, હાલ 5 માં સ્થાને છે રાષ્ટ્રીય રેન્કિંગ ની વાત કરીએ તો જે પહેલા 102 નું સ્થાન ધરાવતું હતું તે હવે 82 સ્થાન ઉપર જઈને 20મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે
પારડી નગરપાલિકાની વાત કરીએ તો એમનું પ્રદર્શન નબળું રહ્યું. રાજ્યમાં જેમનું 10મું સ્થાન હતું તે ચાલુ વર્ષમાં 97 સ્થાન થઈ ગયું છે.
ધરમપુર નગરપાલિકાની હાલત પણ એટલી જ ગંભીર છે. રાજ્યની રેન્ક તપાસતા જે અગાઉના વર્ષમાં 12 હતી તે 107 સુધી નીચે જતી રહી.
ઉમરગામ નગરપાલિકાની કામગીરી મોટેભાગે સ્થિર જોવા મળી કોઈ સુધારો તો નથી થયો પણ બગાડો ઓછો થયો છે. ઘન કચરાની પૃથક્કરણ માટેની વ્યવસ્થા માં નોંધપાત્ર સુધારો થયો છે. છતાં ગુજરાત રાજ્યની રેન્કિંગ તપાસતા જે પહેલા 16 હતી તે ઘટીને 70 રેન્કિંગ પહોંચી ગઈ છે.
વલસાડ નગરપાલિકાની પરિસ્થિતિ નબળા થી પણ નબળી રહી. સ્વચ્છ સર્વેક્ષણના દરેક માળખામાં વલસાડ નગરપાલિકાની હાલત કફોડી જણાઈ રહી છે. રાજ્યનું રેન્કિંગ જે 2023 24માં 21 હતું તેમાં ગંભીર પણે નીચે જતા 140મું રેન્કિંગ થયું છે. અને રાષ્ટ્રીય રેન્કિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
STORY BY : NIRAJ DESAI
Paush Amavasya 2025 Date: 5 दिसंबर से पौष महीने की शुरूवात हो गयी है, पौष…
Virat Kohli New Record: विराट कोहली के पास तीसरे वनडे में शतक लगाकर 7 साल…
भारतीय रेलवे (Indian Railways) ने एक पिता की अपील पर "मानसिक विकलांगता" (Mental Disability) की…
Dhurandhar Movie Review: अदित्य धर की फिल्म 'धुरंधर' आज 5 दिसंबर को बड़े पर्दे पर…
IPL 2026: आईपीएल 2026 में कुछ विदेशी खिलाड़ी सिर्फ कुछ ही मैचों के लिए उपलब्ध…
Dhurandhar Second Part: बॉलीवुड एक्टर रणवीर सिंह (Ranveer Singh) की फिल्म “धुरंधर” आज सभी सिनेमा…