ધર્મ એ વ્યક્તિગત વિવેક અને આત્મબોધનો વિષય છે. જો તે મનોવિજ્ઞાનિક ખેલ, છાંટાકિયું કે આર્થિક છલથી બદલી શકાય, તો સમગ્ર સમાજની આત્મા દુર્બળ બને છે. હાલ મળતા સમાચાર મુજબ છાગૂર પીર અને ઇંદોરના કોંગ્રસ પાર્ષદ અનવર કાદરી હિન્દુ સમાજની છોકરીઓને છેતરામણીથી ધર્મપરિવર્તન કરવી ગુનાહિત કૃતિઓમાં સંડોવે છે જે અસ્વીકાર્ય છે અને સામાજિક સદભાવ માટે ખતરનાક બની શકે છે. આવા કૃત્યો ભારતીય દંડ સંહિતા (IPC), તથા “ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજન એક્ટ, 2003” અંતર્ગત છાંટાકિયું, બળજબરીથી ધર્મ પરિવર્તન, અથવા છેતરામણીથી થઈ રહેલ લાલચ આપવું ગુનાહિત પ્રવૃત્તિ હોય શકે છે.
પ્રચલિત શબ્દાવલી “ઘર વાપસી” શબ્દનો પ્રથમ વખત વીર સાવરકરના ઇતિહાસ માંથી મળે છે, જેના મૂળ 18મી સદીના મધ્યથી જાણવા મળે છે. તે કાલખંડથી લઇ ને આઝાદી મળી ત્યાં સુધી એટલે કે 100 વર્ષ સુધી પ્રચલિત શબ્દો હતા “શુદ્ધિ આંદોલન“ જનક સ્વામી દયાનંદ સરસ્વતી અને સ્વામી શ્રદ્ધાનંદજી
🔸 શુદ્ધિ આંદોલનના મુખ્ય લક્ષણો:
1. પૂર્વધર્મમાં પાછા લાવવાની પ્રક્રિયા.
2. ધાર્મિક જ્ઞાન અને પરંપરાનું પુનઃસ્થાપન.
3. સામાજિક એકતા અને હિન્દુ ઓળખનું રક્ષણ.
4. ઉપદેશ, શાળા–ગુરુકુલ અને ધાર્મિક શિબિરો દ્વારા જાગૃતિ.
એ બંને મહાનુભાઓ એ હિન્દુ ધર્મથી પરિવર્તિત થયેલા લોકોને પાછા હિન્દુ ધર્મમાં લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો હતો. આ અભિયાનને “શુદ્ધિ આંદોલન” તરીકે ઓળખવામાં આવે છે.
🔹 સ્વામી દયાનંદ સરસ્વતી (1824–1883):
આર્ય સમાજના સંસ્થાપક.
તેમનું મંત્ર હતું – “વેદો પરતન બનો“.
તેમણે હિન્દુ ધર્મમાંથી પડેલાં લોકો (ખાસ કરીને ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અપનાવનારાઓ)ને પુનઃ હિન્દુ ધર્મમાં લાવવાનો આધાર આપ્યો. તેઓએ ધાર્મિક આધારો, યુક્તિ અને જ્ઞાનના આધાર પર લોકજાગૃતિ માટે કામ કર્યું. તેમનો આશય હતો કે હિન્દુ સમાજ પાશ્ચાત્ય ધર્મો સામે મજબૂત બની રહે અને પોતાની સંસ્કૃતિની રાખ કરે.
🔹 સ્વામી શ્રદ્ધાનંદ (1856–1926):
સ્વામી દયાનંદજીના વિચારો પરથી પ્રેરિત અને આર્ય સમાજના પ્રતિષ્ઠિત નેતા. તેમણે “શુદ્ધિ આંદોલન” ને વ્યાવહારિક રીતે આગળ વધાર્યું. ખાસ કરીને ઉત્તર ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં મુસ્લિમ બનેલ લોકો (જેમ કે મલેચ્છો, મેવાતીઓ)ને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રક્રિયા દરમિયાન તેઓએ શૈક્ષિક અને સામાજિક સુધારાઓ પણ વધાર્યા.1926માં ધર્મપરિવર્તન વિરોધના મુદ્દે કટ્ટરપંથીઓના હસ્તે તેમની હત્યા થઈ.
પંડિત મદનમોહન માલવિયા અને શુદ્ધિ આંદોલન
હિંદુ પુનર્જાગૃતિના પ્રેરક નેતા હતા. તેમણે આર્ય સમાજના શુદ્ધિ આંદોલનને સમર્થન આપ્યું, જેનો ઉદ્દેશ હિંદુ ધર્મ છોડી ગયેલાઓને પુનઃ ધર્મમાં વાળવાનો હતો. માલવિયાજી માનતા કે સંસ્કૃતિ અને રાષ્ટ્રના રક્ષણ માટે હિંદૂઓની સંખ્યા જાળવવી જરૂરી છે. તેમણે મથુરા અને અન્ય સ્થળોએ શુદ્ધિ કાર્યક્રમોમાં ભાગ લીધો. તેઓ શુદ્ધિ બાદ સમાનતા, શિક્ષણ અને આધ્યાત્મિકતા પર ભાર આપતા. તેઓ હિંસા વિરુદ્ધ હતા અને શાંતિપૂર્ણ રીતે સામાજિક એકતા સ્થાપવા માંગતા. માલવિયાનું યોગદાન ધર્મ અને રાષ્ટ્ર બંને માટે મહત્વપૂર્ણ રહ્યું.
🔹 લાલા લજપત રાય (1865–1928)
આર્ય સમાજના સક્રિય કાર્યકર અને હિન્દુ પુનર્જાગરણના પ્રતિષ્ઠિત નેતા. તેમણે સમજૂતીથી ધર્મભ્રષ્ટ થયેલા લોકો વચ્ચે જાગૃતિ લાવી. તેમના લેખન અને પ્રવચનો હિન્દુ આત્મવિશ્વાસ વધારનારા રહ્યા.
🔹 વિનાયક દામોદર સાવર્કર (1883–1966)
હિન્દુ મહાસભાના નેતા અને હિન્દુત્વના વિચારક. તેમણે ધાર્મિક પરિવર્તન વિરુદ્ધ “ઘર વાપસી” જેવા વિચારોને વ્યાખ્યાયિત કર્યા.
તેમના લખાણોમાં હિન્દુોની રાજકીય અને ધાર્મિક એકતાનું મહત્વ રજૂ થયેલું છે.
રામપ્રસાદ બિસ્મિલ
રામબિસ્મિલ રે ધર્મના રક્ષક,
શુદ્ધિનો સંદેશ લાવ્યા રે…
જગમાં જાગી રે હિન્દુ જ્યોતિ,
અંધકાર દૂર ભરાવ્યા રે… ॥૧॥
🔸
દયાનંદના વચનને માન્યા,
સત્યાર્થ પ્રકાશ ભણાવ્યા રે…
આર્યસમાજના દીકરા બન્યા,
હિંમતથી કામ સંભાળ્યા રે… ॥૨॥
🔸
શુદ્ધિ આંદોલન ચાલ્યું જ્યાં જ્યાં,
ત્યાં બિસ્મિલ પધાર્યા રે…
ગામે ગામે જાગૃત કરતા,
હિન્દુ ધર્મે ખમ પામ્યા રે… ॥૩॥
🔸
ધર્મ જાળવવા પ્રાણ ત્યાગ્યા,
દેશપ્રેમને તોળ્યા રે…
ઈતિહાસે યાદ રાખશે એમને,
જે ધર્મ પંથે ચાલ્યા રે… ॥૪॥
પંડિત લેખરામ જન્મ: 1853, સિંધ પ્રદેશ (આજનું પાકિસ્તાન).
મદનલાલ ઢીંગરા, પંડિત લોકનાથ (સરદાર ભગતસીંગ ના કાકા), શામજી કૃષ્ણ વર્મા શામજી કૃષ્ણ વર્મા એ આ વિચારને માત્ર ધાર્મિક નહીં પરંતુ રાષ્ટ્રીય પુનર્જાગરણના રૂપે જોયું.
🔹 દયાનંદ એંગ્લો–વેદિક (DAV) સંસ્થા
આર્ય સમાજ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા. શાળાઓ અને કોલેજોમાં હિન્દુ મૂલ્યોનો પ્રસાર કર્યો. યુવાધનને ધર્મગતિ અને શક્તિ માટે તૈયાર કર્યું.
🔹 હિન્દૂ મહાસભા (સ્થાપના: 1915) હિન્દુ હિત માટે રાજકીય અને સામાજિક કાર્ય કરતી સંસ્થા. ધર્મપરિવર્તન વિરુદ્ધ જાહેર કાર્યક્રમો અને મંચો રચ્યા. શુદ્ધિ આંદોલનને સંગઠિત કરવા માટે પ્રયાસ કર્યો.
—
ઉપસંહાર:
19મી અને 20મી સદીના આ સમયગાળામાં અનેક મહાનુભાવો અને સંગઠનો “હિન્દુ ધર્મની ફરી સ્થાપના” માટે એક ઊંડા ભાવથી કાર્યરત હતા. તેઓએ માત્ર ધાર્મિક પ્રતિનિધઓ ન હતા , પણ સામાજિક અને શૈક્ષણિક સ્તરે પણ મોટા ફેરફારો લાવ્યા. આવા યોદ્ધાઓના પ્રયાસોથી આજે હિન્દુ સંસ્કૃતિનું અસિતત્વ બચેલું છે.
STORY BY : NIRAJ DESAI
Jayalalithaa Death Mystery: अपने जमाने की सिनमा स्टार और तमिलनाडु की पूर्व मुख्यमंत्री जे. जयललिता…
Ayushman Card Yojana: आयुष्मान भारत योजना के तहत केंद्र सरकार हर साल लोगों को 5…
What Does POCCNR Mean: रूस के राष्ट्रपति पुतिन 4 दिसंबर की शाम को भारत पहुंचे.…
Dhurandhar Facing Content Delivery Issues: अदित्य धर की फिल्म 'धुरंधर' को कंटेंट डिलीवरी में काफी…
Dhurandhar Controversy: आदित्य धर की फिल्म 'धुरंधर' 5 दिसंबर शुक्रवार को बड़े पर्दे पर रिलीज…
Cold Wave Alert: उत्तर भारत के लोगों को ठंड से जरा भी राहत नहीं मिलती…