Live TV
Search
Home > राज्य > गुजरात > કેકે જ્વેલર્સના કૈલાશ કાબરા દ્વારા ટ્રાફિક પોલીસના કલ્યાણાર્થે રૂ. 51 લાખનું યોગદાન

કેકે જ્વેલર્સના કૈલાશ કાબરા દ્વારા ટ્રાફિક પોલીસના કલ્યાણાર્થે રૂ. 51 લાખનું યોગદાન

Written By:
Published: November 5, 2026 12:32:58 IST
Last Updated: November 5, 2026 12:32:58 IST

Mobile Ads 1x1

અમદાવાદ (ગુજરાત), 4 નવેમ્બર: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખાસ કરીને અમદાવાદના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી નિષ્ઠા, સમર્પણ અને અથાક કામગીરીની સરાહના કરતાં કેકે જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કૈલાશ કાબરાએ ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કલ્યાણ અને સુખાકારી માટે રૂ. ૫૧ લાખનું યોગદાન આપવામાં આવ્યું છે.

નવરાત્રિ દરમિયાન જ્યારે હજારો લોકો ગરબાના ઉત્સવમાં સહભાગી બને છે, ત્યારે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આખી રાત અને ઘણીવાર વહેલી સવાર સુધી લાંબી ફરજ બજાવી વાહનોની ભારે અવરજવર તેમજ લોકોની ભીડનું વ્યવસ્થાપન કરે છે. લોકો સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરી શકે અને શહેરમાં સરળતાથી અવરજવર કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી આ અથાક કામગીરીએ કૈલાશ કાબરાને ખૂબ પ્રભાવિત કર્યા હતા.

“નવરાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીઓને સતત નિષ્ઠા અને સમર્પણ સાથે ફરજ બજાવતા જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. જ્યારે આખું શહેર ઉત્સવની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે તેઓ રસ્તાઓ પર કલાકો સુધી ઊભા રહી ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા હતા અને સૌની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા હતા.”

આ પ્રસંગે કૈલાશ કાબરાએ જણાવ્યું હતું કે, “તેમની નિષ્ઠા અને સમર્પણભાવ જોઈને હું ખરેખર ભાવવિભોર થઈ ગયો હતો. મને લાગ્યું કે આપણા શહેર માટે નિઃસ્વાર્થ ભાવે સતત કાર્યરત રહેતા આ કર્મચારીઓ માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. આ યોગદાન તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક નાનકડો પ્રયાસ છે, સાથે જ તેમના કલ્યાણ અને સુખાકારીમાં સહભાગી થવાનો એક નાનકડો પ્રયાસ છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષોથી કેકે જ્વેલર્સને પોલીસ વિભાગ તરફથી મળેલા સહયોગની પણ સરાહના કરી હતી. પોલીસ વિભાગે હંમેશાં કંપનીની વિવિધ પ્રવૃત્તિઓમાં સહકાર અને સમર્થન પૂરું પાડ્યું છે. આ યોગદાન શહેરની સેવા અને સુરક્ષા માટે સતત કાર્યરત પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા સહયોગ પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક પ્રયાસ છે.

આ પહેલ દ્વારા કૈલાશ કાબરા અમદાવાદની વ્યવસ્થા સુચારુ રાખવા માટે પડદા પાછળ રહીને સતત કાર્યરત રહેતા પોલીસ કર્મચારીઓના યોગદાનને બિરદાવવા માગે છે. ખાસ કરીને મોટા તહેવારો અને જાહેર કાર્યક્રમો દરમિયાન શહેરની વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આ કર્મચારીઓની કામગીરીને સન્માનિત કરવાનો તેમનો આશય છે.

ઉલ્લેખનીય છે કે,  કેકે જ્વેલર્સ જ્વેલરી રિટેલ ક્ષેત્રે કાર્યરત છે અને સોના, હીરા તથા ચાંદીનાં આભૂષણોની વિશાળ અને વૈવિધ્યસભર શ્રેણી પ્રદાન કરે છે. કંપની હાલમાં અમદાવાદમાં સાત શોરૂમનું સંચાલન કરી રહી છે અને ટૂંક સમયમાં સુરતમાં પણ નવા શોરૂમ સાથે પોતાની હાજરી વિસ્તારવા જઈ રહી છે.

MORE NEWS